પ્રવર્તમાન તથા આવનાર સમય સતત આધુનિકતા તરફ પ્રગતિ કરતો જોવા મળે છે. અને આપણી તમામ જરૂરતો પૂર્ણ કરવા આપણે સૌએ સતત સજાગ રહેવું જરૂરી થઇ ગયુંછે. સભાસદ પરિવાર અને થાપણદારો તથા ગ્રાહક મિત્રોને આપણી બેંકને અનુલક્ષીને નીચે દર્શાવેલ નમ્ર અપિલ કરૂ છુ
જે ધ્યાનમાં લેવા વિનંતી.
૧. આપનાં- આપનાં પરિવાર તથા પેઢીના KYC ડોકયુમેન્ટસ બેંકમાં રજુ કરી અપડેટ કરાવીએ.
ર. જે ખાતા ધારકોએ બેંકના પોતાના ખાતામાં વારસદાર નિયુકિત ન કરાવેલ હોય તેઓએ વારસદારની નિયુકિત કરી જવા વિનંતી.
૩, સેવિંગ્સ ખાતાની પાસબુક સમયાંતરે અપડેટ કરાવીએ.
૪. SMS સૃવિધા :- ગ્રાહકના ખાતાના તમામ વ્યવહારોની જાણ તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કરવામાં આવે છે.
પ. દરેક નાણાકીય વર્ષમાં 15G / 15H સમયસર રજુ કરીએ.
ર. બેંક સાથેના પત્ર વ્યવહારની સરળતા માટે આપના સરનામામાં ફેરફારની બેંકને અવશ્ય જાણ કરશો.
૭. ડીવીડન્ડની ચુકવણીમાં સરળતા રહે તે માટે સભાસદોએ બેંક સાથેના તેના ખાતા નંબર નોંધાવી દેવા વિનંતી.
૮.જાહેર કરેલ ડીવીડન્ડને ૩ વર્ષમાં વટાવવામાં આવે નહી તો તે ડીવીડન્ડની રકમ જપ્ત થઈ રીઝર્વ ફંડ ખાતે લઈ જવામાં આવશે જેથી સભાસદોને વિનંતી આપનું ડીવીડન્ડ સમયસર વટાવી લેવું.
૯. બેંકના ડીપોઝીટના ખાતા ધારકને વિનંતી કે, જેઓના ખાતામાં ૧૦ વર્ષ કે તેથી વધૃ સમયથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડના વ્યવહાર ન થયેલ હોય
તેવા તમામ પ્રકારના ખાતાઓમાં બાકી રહેલ રકમ રીઝર્વબેંકની સુચના મુજબ The Depositors Education and Awareness
Fund – 2014 માં મોકલી આપવાની રહે છે જેની નોંધ લઈ આપના ખાતામાં લેવડ દેવડના વ્યવહારો કરવા વિનંતી.
૧૦. ગત વર્ષથી નવા ખાંલવામાં આવતા ડીપાઝીટ ખાતાઓના CKYC માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં દરેક ખાતેદારાંને CKYC નંબર પ્રાપ્ત
થશે, જે અન્ય બેંકોમાં ખાતા ખોલાવવામાં પણ ઉપયોગી થશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની ગાઈડ લાઈન મુજબ હવે CKYC ફરજિયાત છે.
૧૧. બેંકમાંથી ધિરાણ લેનાર વ્યાપારીક ધિરાણના કરજદારોએ દર માસે માસીક વ્યાજ બેંક તરફથી ઉધાર્યા બાદ વ્યાજની રકમ/રોકડ દિન ૧૦ માં ભરી
જવા વિનંતી જેથી બેંક દ્રારા આપવામાં આવતા વ્યાજ રીબેટનો લાભ મેળવી શકાય.
૧૨. માસીક હપ્તાથી મેળવેલ ધિરાણના હપ્તાઓ દર માસની ૧૦ તારીખ સુધીમાં ભરી જવા વિનંતી.
૧૩. આપણાં સંબંધીના ધિરાણ ખાતામાં જામીન તરીકે સ્વીકારેલી જવાબદારી પ્રત્યે સજાગ રહીએ.
૧૪. આપના ધંધાના તમામ આર્થિક વ્યવહારો કરંટ/ એચ.પી./કેશક્રેડીટ/વ્યાપાર મિત્ર ખાતામાંથી જ કરાવવામાં આવે.
૧૫. સમયાંતરે સ્ટોકપત્રક/સરવૈયા/ઓડીટ રીપોર્ટ બેંકમાં રજુ કરવામાં આવે.
૧ ૬. આપણી બેંકને તંદ્રસ્ત ધિરાણ મેળવવામાં મદદરૂપ થઈએ.
૧૭. 080459 36065 નંબરમાં આપે કરાવેલ રજીસ્ટ્રેશન મોબાઈલથી Miss Call કરવાથી આપના ખાતાની બેલેન્સ જાણી શકાશે.
૧૮. ATM cum Debit Card (RuPay) : આ સુવિધા અંતર્ગત બેંક દ્વારા તેના ગ્રાહકોને વિના મુલ્યે RuPay ATM cum Debit Card આપવામાં આવશે. ઉપરાંત RuPay ATM cum Debit Card વાતં દ્વારા મોલ, પેટ્રોલ પંપ, દુકાનો વગેરે જેવા વેંચાણ કેન્દ્રો ઉપરથી પોઈન્ટ ઓફ સેલ (PoS) દ્વારા ખરીદી કરી શકાશે.
૧૯. બેંકન્ કામકાજ દર મહીનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે જેની નોંધ લેવા વિનંતી.
આપના સહકારની અપેક્ષા સહ,
બીપીન જાની
જનરલ મેનેજરશ્રી